માતા-પિતા દ્વારા પુરી પાડવામાં આવેલી માહિતી ખોટી અથવા અયોગ્ય જોવા મળશેતો પ્રવેશ રદ કરવામાં આવશે.
1. |
વિદ્યાર્થીઓએ હંમેશા સમયસર શાળામાં આવવું. શાળાએ નક્કી કરેલા ગણવેશમાં જ શાળામાં આવવું. |
2. |
વિદ્યાર્થીઓએ હંમેશા ગૃહકાર્ય કરવું અને સ્ટાફ તથા શિક્ષકોની આજ્ઞામાં રહેવું. |
3. |
શિક્ષણ અંગેના કોઇપણ પ્રશ્નો કે સુચન માટે સંસ્થાની ચીઠ્ઠી મળે એટલે રૂબરૂં મળી જવું. |
4. |
અત્રે શાળામાં ભણતા બાળકોને કોઈપણ પ્રકારની નુકશાની થાય કે અકસ્માત થાય તો તેની જવાબદારી સંસ્થા કે સંસ્થાના સ્ટાફની રહેશે નહી. |
5. |
અધવચ્ચે સ્કૂલમાંથી કેન્સલ થનાર બાળકને સ્કૂલ ફી રીર્ટન મળશે નહી. |
6. |
પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની પરીક્ષા પાછળથી લેવાશે નહી. |
7. |
શાળામાં નક્કી થયા મુજબના એસાઈમેન્ટ, પ્રેકિટકલ કાર્ય , તથા અન્ય શૈક્ષણિકકાર્ય રાબેતા મુજબ કરવાનું રહેશે. |
8. |
શાળાની મિલકતને નુકશાન કરનાર વિદ્યાર્થીના વાલીએ નુકશાનની કિંમતચુકવવાની રેહશે. |
9. |
કોઈપણ વિદ્યાર્થીને બાઈક, ઘડિયાળ, મોબાઈલ કે કિંમતી દાગીના સાથે શાળામાં મોકલવા નહી. તેમ છતાં જો કોઈ નિયમનો ભંગ કરશે તો તેની જવાબદારી વાલીશ્રીની રહેશે . |
10. |
ચાલુ શાળાએ વાલીએ વર્ગખંડમાં જવું નહી. શાળાએ નક્કી કરેલ મીટિંગ સમયે જ વાલીશ્રીએ વર્ગશિક્ષકને તથા વિષય શિક્ષકને શાળાએ જણાવેલ સમયે રૂબરૂં મળવાનું રહેશે . |
11. |
શાળામાં લેવનારી કસોટીઓમાં, પરીક્ષાઓમાં નબળો દેખાવ કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં રૂબરૂં મળવા બોલાવવામાં આવે ત્યારે નિયત સમયે અને તારીખે વાલીએ અચૂક રૂબરૂં મળવા આવવું. |
12. |
શાળાના તમામ સ્ટાફ સાથે સભ્યતાથી વર્તન કરવાનું રહેશે . જો કોઈ વાલી ગેરવર્તણૂક કરશે તો તેના સંતાનને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપી દેવામાં આવશે. |
13. |
આપનું બદલાયેલ સરનામું કે ટેલીફોન નંબરની જાણ તાત્કાલિક વિના વિલંબે શાળાનાં કાર્યાલયમાં કરવાની રહેશે. |
14. |
શાળાની સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ જેવી કે રમત-ગમત, લેખન, અભિનય સ્પર્ધાઓ , પર્વોની ઉજવણી , સંસ્કૃતિક કાર્યક્રમો અને શૈક્ષણિક પ્રવાસ વગેરે પ્રવૃત્તિમાં બાળકને ભાગ લેવડાવી શાળાને સક્રિય સહકાર આપવો . જેથી શાળા બાળકનો શારીરિક , માનસિક અને બૌદ્ધિક વિકાસ સરળતાથી કરી શકે. |
15. |
બાળકને ઓરી, અછબડાં, ગાલ પચોળિયા, કમળો જેવા રોગ થયા હોય તો તેને શાળાએ મોકલશો નહી, તેમજ બિમાર બાળકોની દાકતરી સર્ટીફીકેટ સાથે લેખિત અરજીમાં વાલીએ શાળાને જાણ કરવી. |
16. |
ભવિષ્યમાં શાળામાં સંજોગોને આધિન જે નવા નિયમો આવશે તેનું ચુસ્ત અને ચોક્કસપણે પાલન કરવાનું રહેશે. |